પાટણઃ કચ્છના નાના રણમાં વેડફાતા રૂપેણ નદીના પાણીથી દર વર્ષે અગરિયાઓને કરોડોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે નદીના આ વેડફાતા પાણીનો સંગ્રહ કરી અગરિયાઓને થતું નુકસાન અટકાવવા માટે સિંચાઈ વિભાગના 80 કરોડના પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.આ પ્રોજેક્ટમાં નદી પર નવ ચેકડેમ બનાવી નદીમાં 48 કિલોમીટર સુધી સળંગ પાણીનો સંગ્રહ થશે. એટલેકે પાટણના સરસ્વતી ડેમ કરતાં ડબલ 102,62 મિલિયન ક્યુબીટ ફીટ પાણીનો 28 ગામોની 3000 હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકશે. તેનાથી ખેડૂતો ને વાર્ષિક અંદાજે 30 કરોડ આવક થઈ શકશે. શંખેશ્વર તાલુકામાં મીઠા
પાણીના સ્તર અંદાજે 1100 ફૂટ જેટલા ઉંડા ઉતરી ગયા છે. ત્યારે નદી આસપાસના ગામોમાં ટ્યુબવેલ આધારિત ખેતી ખૂબ જ મોંઘી પડતી હોવાથી ખેડૂતો કમાણીના અન્ય સ્ત્રોતો તરફ વળી ગયા છે.
રૂપેણ નદી ઉપર અમુક અંતરે કુલ 9 ચેકડેમ બનાવી નદીનું પાણી રોકાતાં 48 કિ.મી. જેટલું સળંગ પાણી ભરાયેલું રહેશે. યોજનાથી આજુબાજુના 28 ગામોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે લાભ મળશે.

