વડનગરમાં યોજાઈ હીરાબાની શ્રદ્ધાંજલિ સભાઃ વિશ્વભરના મહાનુભાવોએ આપી અંજલિ

Wednesday 04th January 2023 05:11 EST
 
 

વડનગર: હીરાબાની અંતિમવિધિ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, પરંતુ તેમનું બેસણું અને પ્રાર્થનાસભા તેમના પૈતૃક ગામ વડનગરમાં આયોજિત કરાયું હતું. જ્યાં વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.
કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી
માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. તેમણે એક વાત કહી હતી કે, ‘કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી’. - નરેન્દ્ર મોદી
મા જીવનની પહેલીમિત્ર અને ગુરુ છે
મા પહેલી મિત્ર અને ગુરુ હોય છે. જેને ખોવાનું દુઃખ નિઃસંદેહ દુનિયાનું સૌથી મોટું દુઃખ હોય છે. - અમિત શાહ
હીરાબા સાદગીના પ્રતીક
હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનના પ્રતિમૂર્તિ હતાં. તેમના દેવલોક ગમનથી દુઃખની લાગણી અનુભવુ છું. - ભૂપેન્દ્ર પટેલ
પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના છે
આ કપરા સમયમાં મોદીજી અને તેમના પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરું છું. - રાહુલ ગાંધી
માતાની વિદાયથી કોને પીડા ન થાય?
પૂ. માતાને મારા પ્રણામ! એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ - મોરારિબાપુ
BAPS વતી શોકસંદેશ
દેશને મહાન નેતા અને પ્રધાનમંત્રી આપનાર નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાના અક્ષરનિવાસથી સૌને ખૂબ દુખ થયું છે. - BAPS
હૃદયપૂર્વક સંવેદનાઃ જો બાઇડેન
બાઈડેને કહ્યું, માતાના અવસાન બદલ વડાપ્રધાન પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના છે. આ કઠીન સમયમાં અમે તમારી સાથે. - જો બાઇડેન
પાક.પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો શોક
માતા ગુમાવવાથી વધુ મોટું દુઃખ બીજું નથીઃ
- પાક. પી.એમ.
જાપાનના PMએ આપી સાંત્વના
જાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદાએ ટ્વિટ પર લખ્યું, પ્રધાનમંત્રીનાં માતાના નિધન પર અમારી સંવેદના. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. - ફુમિઓ કિશિદા
નેપાળ વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
નેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કમલ દહલ પ્રચંડે પણ હીરાબાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. દહલ પ્રચંડે કહ્યું, પ્રભુ આપને દુઃખ સહન કરવા શક્તિ આપે.- દહલ પ્રચંડ

વડનગર: હીરાબાની અંતિમવિધિ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, પરંતુ તેમનું બેસણું અને પ્રાર્થનાસભા તેમના પૈતૃક ગામ વડનગરમાં આયોજિત કરાયું હતું. જ્યાં વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથીમાતામાં મેં હંમેશા ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. તેમણે એક વાત કહી હતી કે, ‘કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી’. - નરેન્દ્ર મોદીમા જીવનની પહેલીમિત્ર અને ગુરુ છે મા પહેલી મિત્ર અને ગુરુ હોય છે. જેને ખોવાનું દુઃખ નિઃસંદેહ દુનિયાનું સૌથી મોટું દુઃખ હોય છે. - અમિત શાહ હીરાબા સાદગીના પ્રતીકહીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનના પ્રતિમૂર્તિ હતાં. તેમના દેવલોક ગમનથી દુઃખની લાગણી અનુભવુ છું. - ભૂપેન્દ્ર પટેલપરિવાર પ્રત્યે ઉંડી સંવેદના છેઆ કપરા સમયમાં મોદીજી અને તેમના પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરું છું. - રાહુલ ગાંધીમાતાની વિદાયથી કોને પીડા ન થાય?પૂ. માતાને મારા પ્રણામ! એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ - મોરારિબાપુBAPS વતી શોકસંદેશદેશને મહાન નેતા અને પ્રધાનમંત્રી આપનાર નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાના અક્ષરનિવાસથી સૌને ખૂબ દુખ થયું છે. - BAPSહૃદયપૂર્વક સંવેદનાઃ જો બાઇડેનબાઈડેને કહ્યું, માતાના અવસાન બદલ વડાપ્રધાન પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના છે. આ કઠીન સમયમાં અમે તમારી સાથે. - જો બાઇડેનપાક.પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો શોકમાતા ગુમાવવાથી વધુ મોટું દુઃખ બીજું નથીઃ- પાક. પી.એમ.જાપાનના PMએ આપી સાંત્વનાજાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદાએ ટ્વિટ પર લખ્યું, પ્રધાનમંત્રીનાં માતાના નિધન પર અમારી સંવેદના. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. - ફુમિઓ કિશિદાનેપાળ વડાપ્રધાને શોક વ્યક્ત કર્યોનેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કમલ દહલ પ્રચંડે પણ હીરાબાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. દહલ પ્રચંડે કહ્યું, પ્રભુ આપને દુઃખ સહન કરવા શક્તિ આપે.- દહલ પ્રચંડ


comments powered by Disqus