એમ.એસ. યુનિવર્સિટીમાં લોર્ડ ભીખુ પારેખ વાંચન વિભાગનું ઉદ્ઘાટન

Wednesday 04th October 2023 07:22 EDT
 
 

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની શ્રીમતી હંસા મહેતા લાઇબ્રેરી ખાતે લોર્ડ ભીખુ પારેખ વાંચન વિભાગનું ઉદઘાટન ખુદ લોર્ડ ભીખુ પારેખ દ્વારા 3 ઓક્ટોબરે મંગળવારે સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું. આ પ્રસંગે વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ, ડો. કે.એમ. ચૂડાસમા અને યુનિવર્સિટીના ગ્રંથપાલ ડો. મયંક ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus