ગાંધીનગરઃ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને 27 ટકા અનામતની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભામાંથી પસાર થયા બાદ તેને રાજ્યપાલની મંજૂરીની મહોર લાગી ચૂકી છે. હવે ટૂંક સમયમાં સરકાર આ માટેનું ગેઝેટેડ નોટિફિકેશન બહાર પાડીને તેને કાયદા તરીકે પ્રસ્થાપિત કરી દેશે. આમ હવે પછી યોજાનારી પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી માટે 27 ટકાની અનામતની જોગવાઈ રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કાયદો અમલી કરતી વખતે નિયમો પણ જલદી ફ્રેમ કરી લેશે, જેથી તેના અમલીકરણમાં કોઈ વિલંબ ન રહે. આવતી કેબિનેટ બેઠકમાં આ અંગેની ચર્ચા થઈ જશે.

