કુંપવાડાઃ જમ્મુ-કાશ્મીરના કુંપવાડાના માછીલ સેક્ટરમાં ઇન્ટરનેશનલ બોર્ડરે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની આતંકીને ઠાર મરાયા છે. ઉલ્લેખનીય છે કે આ બંને ઘૂસણખોર આતંકી દ્વારા બોર્ડર પર સુરંગ બનાવી હતી, જેના દ્વારા બંને ઘૂસણખોરીના પ્રયાસમાં હતા. ખાનગી બાતમીના આધારે કુંપવાડા પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં તેમણે બે આતંકીને ઘૂસણખોરી કરતા જોવામાં આવતાં તેમને સરેન્ડર કરવાનું સેના દ્વારા કહેવાયું હતું. જો કે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવતાં સેનાએ વળતા પ્રહારમાં ઠાર માર્યા હતા.

