ગણેશજીની મૂર્તિ વીજતારને અડતાં 2નાં મોત

Wednesday 04th October 2023 07:46 EDT
 
 

ખંભાતઃ ગણેશવિસર્જન દરમિયાન 15.5 ફૂટની મૂર્તિ લઈ જતાં હાઇટેન્શન વીજતારને સ્પર્શ થતાં 4 યુવકને કરંટ લાગ્યો હતો, જેમાંથી બેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે ઘાયલ થયેલા બે યુવકને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. ખંભાતના લાડવાડામાંથી ગણેશ મૂર્તિને વિસર્જન માટે લઈ જવાતી હતી, ત્યારે નવરત્ન ટોકીઝ પાસે આ ઘટના બની હતી. હાઇટેન્શન લાઇન હોવાથી કરંટ લાગતાં જ 4 યુવક નીચે પટકાયા હતા. મૃત્યુ પામેલામાં આકાશ ઠાકોર અને સંદીપ ઠાકોરનો સમાવેશ થાય છે.


comments powered by Disqus