ગાંધીજયંતી નિમિત્તે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ

Wednesday 04th October 2023 07:20 EDT
 
 

ગાંધીજયંતી નિમિત્તે શહેરના સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવી, જેમાં ગાંધીજીના વિચારો તમામ જનતા સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેટલાક આગેવાનોએ રેંટિયો કાંતીને ગાંધીજીને યાદ કર્યા હતા, તેમજ વિદ્યાર્થીઓને અહિંસાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધીજયંતી નિમિત્તે શહેરના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનની ઝુંબેશમાં સહભાગી થયા હતા.


comments powered by Disqus