ચાણોદમાં ત્રીજના શ્રાદ્ધ પર પિતૃતર્પણ વિધિ માટે ધસારો

Wednesday 04th October 2023 07:59 EDT
 
 

ચાણોદઃ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખતા યાત્રાધામ ચાણોદમાં ત્રીજના શ્રાદ્ધ પર પિતૃતર્પણની વિધિ માટે લોકોનો ધસારો રહ્યો હતો. એક જ દિવસમાં ઊમટેલા એક હજારથી વધુ યજમાનોએ નર્મદા કાંઠે, હોલ અને શિવાલયોમાં પિંડદાન સહિતની વિધિ કરી હતી.
ચાણોદમાં પૂરનાં પાણી ઓસર્યા બાદ શ્રાદ્ધના દિવસો શરૂ થતાં લોકોનો ધસારો જોવા મળ્યો છે. બીજી તરફ ત્રીજના શ્રાદ્ધ રવિવારે પિતૃતર્પણની વિધિ માટે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. બેહરીન, સૌરાષ્ટ્ર, મધ્ય- દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં લોકો વિધિ કરાવવા આવ્યા હતા.


comments powered by Disqus