જનસંઘ સમયના મિત્ર સાથે પીએમએ જૂના પ્રસંગો વાગોળ્યા

Wednesday 04th October 2023 07:52 EDT
 
 

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત દરમિયાન જનસંઘ સમયના મિત્ર અને પૂર્વ નગરસેવક મગન દેસાઈ (ઉં.૮૮) અને તેમના પરિવારને ખાસ મળ્યા હતા. જાહેરસભાનો કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રધાનમંત્રી મોદી મગનભાઈ દેસાઈના દીકરા અને વડોદરાના મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈ સહિત તેમના આખા પરિવારને શાંતિની પળોમાં મળ્યા હતા અને મગનભાઈ દેસાઈની સાથે વિતેલાં વર્ષોના પ્રસંગોની યાદ તાજી કરી હતી. મગન દેસાઈ બે ટર્મ કાઉન્સિલર રહ્યા હતા.
આ ઉપરાંત સ્પાઇન કોડ ડેમેજ થયો હોવાથી ચેતનાહીન રહેતી વડોદરાની કૃપલ અશ્વિન ચોકસીને મળીને તેને પણ સ્વસ્થ થઈ જવાની શુભેચ્છા પાઠવી હતી. યુનિ.ના પૂર્વ સેનેટ - સિન્ડિકેટ સભ્ય અશ્વિન ચોકસીની દીકરી કૃપલ 2008થી સ્પાઇનલ કોડની બીમારીનો ભોગ બનેલી છે. 10 વર્ષ અગાઉ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કૃપલ ચોકસીને મળ્યા હતા.


comments powered by Disqus