પહેલીવાર ભરૂચમાં 175 મુસ્લિમ મહિલાઓનું રક્તદાન

Wednesday 04th October 2023 07:54 EDT
 
 

ભરૂચઃ લોહી એક એવું તત્ત્વ છે કે, જે ધર્મ, જાતિ, રંગ અને રોગ જોતું નથી અને તેની સાથે કોઈ સંબંધ નથી. હજરત મોહંમદ પયગંબર સાહેબે દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો માટે કુરબાની આપી રસ્તો બતાવ્યો છે. તેમના જન્મદિવસે અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું, જેમાં વિવિધ ગામમાંથી મુસ્લિમ મહિલાઓએ 175 બોટલ રક્ત એકત્ર કર્યું હોવાનું સંસ્થાના યુનુસ અહેમદ અમદાવાદીએ જણાવ્યું.
ગુજરાતમાં ભરૂચ અને કચ્છ જિલ્લામાં મુસ્લિમ સમુદાયની વસતી વધારે છે અને દરેક ક્ષેત્રમાં તેમનું આગવું યોગદાન રહેલું છે. રાજ્યભરના ભરૂચના વહોરા સમાજના લોકોને એકતાંતણે બાંધવા માટે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનની સ્થાપના કરાઈ છે. વહોરા સમાજના લોકો જમાના અને ટેક્નોલોજીની સાથે કદમતાલ મિલાવી શકે તે માટે અનેકવિધ પ્રવૃત્તિ કરાઈ રહી છે.


comments powered by Disqus