બાંકડે બેસી ચા પીતા મુખ્યમંત્રી બોલ્યા, ‘અહીં કેવું ચાલે છે?’

Wednesday 04th October 2023 07:24 EDT
 
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે અમદાવાદના નારણપુરા વોર્ડમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે પૂર્વ મેયર ગૌતમ શાહ, કોર્પોરેશનના જનપ્રતિનિધિઓ, ભાજપના કાર્યકરો અને કેટલાક નાગરિકો પાસે સ્થાનિક સ્તરે વિકાસનાં કામો, નાગરિકોના પ્રશ્નો મુદ્દે સંવાદ કર્યો હતો. આ મુલાકાતમાં સ્થાનિકોને તેમણે ‘અહીં કેવું ચાલે છે? તે અંગે માહિતી પણ મેળવી હતી.’  મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંકડે બેસી ચા માણતા મુખ્યમંત્રી 20-25 મિનિટ સુધી રોકાયા હતા.


comments powered by Disqus