મોદી કહેતા, ગોએન્કાજી કચ્છમાં એક રૂપિયો રોકો, સામે એક ડોલર મેળવશો

Wednesday 04th October 2023 06:55 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયાં. કોરોના કાળને બાદ કરતાં હવે 2024માં 10મી સમિટ આવી રહી છે. સાયન્સ સિટીના કાર્યક્રમમાં ટોચના ઉદ્યોગજૂથો ઉપસ્થિત રહ્યાં હતાં.
બી.કે. ગોએન્કા, ચેરમેન, વેલસ્પન
એક સાચા નેતાનો સૌથી નિર્ણાયક ગુણ પ્રેરણા આપવાનો, જે અસંભવને સંભવમાં બદલી નાખે છે. આજે જ્યારે આપણે 20 વર્ષ પાછળ વળીને જોઈએ ત્યારે સમજાય છે કે એ સમયે કોઈએ પણ નહોતું વિચાર્યું કે આ સમિટ વૈશ્વિક ઇવેન્ટ બની જશે. જ્યારે આ સમિટ શરૂ થઈ ત્યારે મોદીજીએ મને કહ્યું હતું કે, ‘ગોએન્કાજી કચ્છ જાઓ અને ત્યાં એક્સ્પાન્શન કરો. તમે કચ્છમાં 1 રૂપિયો આપશો તો સામે 1 ડોલર મળશે.

લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટિવ ચેરમેન, આર્સેલર મિત્તલ

આજે દેશનાં લગભગ દરેક રાજ્યમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ થવા લાગી છે. તમામ દેશોના રોકાણકારો ગુજરાતમાં રોકાણ માટે ઉત્સુક છે, જે પ્રધાનમંત્રીની દૂરંદેશિતાનું પ્રતીક છે. આજે જી-20ના સફળ આયોજનને કારણે ભારતનું કદ વિશ્વમાં ઊંચું થયું છે. ગુજરાત એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે, કારણ કે અહીં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો જેવાં કે ટેક્સ્ટાઇલ, ફાર્મા, ઓટોમોબાઇલ વગેરે કાર્યરત્ છે.
ટકાશી સુઝુકી, ચીફ ડાયરેક્ટર, JETRO, સા. એશિયા
ગુજરાતની 2009માં યોજાયેલી સમિટમાં JETRO પ્રથમ પાર્ટનર કન્ટ્રી હતું. આ પાર્ટનરશિપ એ બાબત સ્પષ્ટ કરે છે કે, મેક ઇન ઇન્ડિયામાં જાપાન મુખ્ય ફાળો આપનારો દેશ છે. મોદીના સૂચનથી અમે અમદાવાદમાં પ્રોજેક્ટ ઓફિસ શરૂ કરી છે. આજે ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓની 300થી વધુ ઓફિસ છે.


comments powered by Disqus