રૂ. 150 કરોડના હેરોઇન કેસમાં નિરંજન શાહ જેલહવાલે

Wednesday 04th October 2023 07:29 EDT
 
 

ભુજઃ વર્ષ 2021માં અબડાસા તાલુકામાં જખૌ નજીક ઝડપાયેલા 150 કરોડના હેરોઇન કેસમાં ડ્રગ્સ મગાવનારા મુંબઈના નિરંજન શાહને રિમાન્ડ પૂર્ણ થતાં નલિયા કોર્ટે તેને જેલહવાલે કરવાનો હુકમ ફરમાવ્યો છે. મુંબઈના જૂહુમાં રહેતા નિરંજન શાહ સામે અગાઉ બોગસ પાસપોર્ટ, હવાલા, ડ્રગ્સની હેરાફેરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કચ્છ ડ્રગ્સ કેસમાં કચ્છ પોલીસે પટણા જેલથી નિરંજન શાહનો કબજો મેળવ્યો હતો.
આ ચકચારી બનાવની મળતી વિગતો મુજબ મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતા નિરંજન જયંતીલાલ શાહ (ઉં.વ. 68)ને બિગબુલ હર્ષદ મહેતાનો પણ એક સમયે બોસ કહેવામાં આવતો હતો નિરંજન સામે બોગસ પાસપોર્ટ, હવાલા અને ડ્રગ્સની હેરાફેરી કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો અમેરિકા અને ટોરેન્ટોમાં પણ તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. આ ઘટનાક્રમ વચ્ચે અબડાસાના જખૌ નજીક વર્ષ 2021માં એટીએસ દ્વારા રૂ. 150 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. બનાવની તપાસ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો નિરંજને મગાવ્યો હોવાનું ખૂલ્યું હતું.


comments powered by Disqus