રોબોટે મોદીને ચા-સેન્ડવિચ પીરસ્યાં

Wednesday 04th October 2023 06:58 EDT
 
 

નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટી ખાતેની રોબોટિક ગેલેરીથી મુલાકાતની શરૂઆત કરી હતી. અહીં તેમને રોબોટિક્સની અપાર શક્યતા પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ પ્રદર્શનમાં રાખવામાં આવેલા રોબોટ્સ અંગે પણ સાયન્સ સિટીના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ત્યારબાદ રોબોટ દ્વારા નાસ્તો અને ચા પિરસવામાં આવ્યાં હતાં, જે જોઈને વડાપ્રધાન પ્રભાવિત થયા હતા. સાયન્સ સિટી ખાતે રોબોટિક ગેલેરી બન્યા પછી પ્રધાનમંત્રી મોદીની આ પહેલી મુલાકાત હતી.


comments powered by Disqus