લુટારાને સોનાની કાતરથી મોદીના વાળ કાપવાની હતી ઈચ્છા

Wednesday 04th October 2023 08:27 EDT
 
 

દુર્ગઃ દિલ્હીની જ્વેલરી શોપમાંથી રૂ. 25 કરોડની ચોરી કરનારા બે આરોપીની છત્તીસગઢથી ધરપકડ કરાઈ છે. પોલીસે ભિલાઈના સ્મૃતિનગરમાં દરોડો પાડીને એક ઘરમાંથી 18.5 કિલો સોનાની જ્વેલરી જપ્ત કરી છે, તેની કિંમત લગભગ રૂ. 10 કરોડ આંકવામાં આવી છે. મામલામાં બે આરોપી લોકેશ શ્રીવાસ અને શિવા ચંદ્રવંશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લોકેશ સલૂનમાં કામ કરતો હતો. આ આરોપીનું સપનું છે કે તે સોનાની કાતર અને સોનાના અસ્તરાથી પીએમ મોદીના વાળ કાપે. લોકેશ દિલ્હીમાં ચોરી કર્યા પછી પ્લાસ્ટિક સર્જરી કરાવીને ઓળખ બદલવાનો હતો. 


comments powered by Disqus