લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામતની જોગવાઈ કરતાં બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી છે.
• હિમાચલમાં રૂ. 200 કરોડનું ક્રિપ્ટો કરન્સી કૌભાંડઃ હિમાચલ પ્રદેશમાં ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી હજારો લોકો સાથે છેતરપિંડીના કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2018થી આ છેતરપિંડી શરૂ કરવામાં આવી હતી,
• બેંગલુરુઃ રૂ. 854 કરોડના સાઇબર ફ્રોડમાં 6ની ધરપકડઃ બેંગલુરુ પોલીસે રૂ. 854 કરોડના સાઇબર કૌભાંડનો પર્દાફાશ કરી 6 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રૂ. 5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ટોળકી લોકોને વ્હોટ્સએપ અને ટેલિગ્રામ પર લાલચ આપીને છેતરતી હતી.
• દેશમાં 2024માં એકસાથે ચૂંટણીઓ નહીં: કાયદા પંચઃ દેશમાં 2024માં એકસાથે ચૂંટણીઓ યોજાશે નહીં તેવું કાયદાપંચનાં સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં દેશમાં ‘વન નેશન વન ઇલેક્શન’ શક્ય ન હોવાનો મત કાયદાપંચે વ્યક્ત કરાયો છે.
• વાયુસેના 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ ખરીદશેઃ ભારતીય વાયુસેના 156 વધુ પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવા જઈ રહી છે. આ હેલિકોપ્ટર્સને ચીન અને પાકિસ્તાનની સરહદે ખડકવામાં આવશે.
• માફિયા અતીકના સંબંધી સદ્દામની દિલ્હીથી ધરપકડઃ પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યાકાંડ મામલે ફરાર રહેલા માફિયા અતીક અહેમદના ભાઇ અશરફના સાળા સદ્દામની ઉત્તરપ્રદેશ એસટીએફના બરેલી યુનિટે દિલ્હીના માલવિયનગરમાંથી ધરપકડ કરી છે.
• પ્રધાનમંત્રીની વ્હોટ્સએપ ચેનલના ફોલોઅર્સ 50 લાખને પારઃ નરેન્દ્ર મોદીએ તેમની વોટ્સએપ ચેનલ પર અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 50 લાખ ફોલોઅર્સ પાર કરતા તેમણે લોકોનો આભાર વ્યક્ત માન્યો છે.
