અમદાવાદના બુલિયન વેપારીનો કર્મચારી 25 કિલો સોનું લઈ ફરાર

Wednesday 05th April 2023 06:30 EDT
 
 

અમદાવાદ: બુલિયન વેપારીની દુકાનમાં કામ કરતો કર્મચારી 25 કિલો સોનું લઈ ફરાર થઈ ગયો છે. અન્ય એક વેપારીને ડિલિવરી દેવા માટે નીકળેલા બુલિયન વેપારીનો કર્મચારી રૂ. 13.50 કરોડનું 25 કિલો સોનું લઈને નીકળ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. વેપારીએ આ અંગે ક્રાઇમબ્રાન્ચમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
નિકોલમાં રહેલા વિજય ઠુમ્મર માણેકચોકમાં બુલિયન વેપારી છે. વિજયભાઈને 25 કિલો સોનું મુંબઈ મોકલવાનું હોઈ યશ અને આદિત્ય નામના અન્ય એક શખ્સને ડિલિવરી આપવા મોકલ્યા હતા. દરમિયાન આદિત્યએ વિજયભાઈને ફોન કરી ભરૂચથી યશ સોનું લઈ તેના પરિચિતોની કારમાં ફરાર થયો હોવાની માહિતી આપી હતી.
વિજય ઠુમ્મરની અરજી પર યશ, નિકેત આચાર્ય, દીપ ઝા, મોઇન અને નિકેત આચાર્યના સાળા સામે ફરિયાદ નોંધી રૂ. 13.50 કરોડના સોના અંગે કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus