ગિરનારનાં મંદિરો આસપાસ પ્રદૂષણ નહીં ચલાવાયઃ હાઇકોર્ટ

Wednesday 05th April 2023 06:18 EDT
 
 

અમદાવાદઃ જૂનાગઢના સુપ્રસિદ્ધ ગિરનાર પર આવેલા અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ ગંદકી અને બિન આરોગ્યપ્રદ વાતાવરણને લઈ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ગિરનાર પરનાં મંદિરો આસપાસ ગંદકી - પ્રદૂષણ ચલાવી નહીં લેવાય. હાઇકોર્ટે અભયારણ્યમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની કડક અમલવારીનો રાજ્ય સરકારને નિર્દેશ કર્યો. સાથે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદન, પેદાશ, ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. હાઇકોર્ટે અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ પર, કચરો ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ઉપરાંત રાજ્ય સરકાર પાસેથી 1 જુલાઈ સુધી અહેવાલ પણ માગ્યો છે.


comments powered by Disqus