નવી દિલ્હીઃ અમેરિકન ટેક કંપની ગૂગલને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) દ્વારા મોટો ફટકો પડ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ) એ ગૂગલ પર એન્ડ્રોઇડમાં પોતાની ડોમિનેન્ટ પોઝિશનના દુરુપયોગના એક કેસમાં રૂ. 1,338 કરોડનો દંડ ફટકાર્યો છે. હવે NCLATએ CCIના આ આદેશને યથાવત રાખતા ગૂગલને બુધવારે દંડ ભરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. જો કે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવા ગૂગલ પાસે હજુ પણ સમય છે. સીસીઆઈએ નિર્ણયમાં તરફેણ કરી હોવાની દલીલને ટ્રિબ્યુનલે ફગાવી હતી.

