અંબાજીઃ ચૈત્રી નવરાત્રીને લઈ શક્તિધામ અંબાજી અસંખ્ય શક્તિ ઉપાસકોથી ઊભરાયું હતું. સાત દિવસમાં માતાજીના ભંડારામાં રૂ. 50 લાખની આવક નોંધાઈ છે. એ સાથે જ ભક્તોની અનેરી આસ્થાસમાન માતાજીનો મોહનથાળના પ્રસાદના 2.80 લાખ પેકેટનું વિતરણ થવા પામ્યું છે. જેની સામે ચીકીના 35
હજાર જેટલા પેકેટનું વિતરણ થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અષ્ટમીએ માતાજીની વિશેષ પૂજાઅર્ચના સહિત સત ચંડીયજ્ઞ અને અન્નકૂટ સાથે ઘટઉત્થાપન કરવામાં આવ્યું હતું.

