ચૈત્રી નવરાત્રીના પાંચમા દિવસે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. વહેલી સવારથી ભક્તોએ દર્શન માટે કતારો લગાવી હતી અને માતા મહાકાળીનાં દર્શન કર્યાં હતાં. નવરાત્રીના ચાર દિવસ પછી પાંચમા દિવસે રવિવારની રજા અને માતાજીનાં દર્શનનો અનોખો મહિમા હોવાથી મોટા પ્રમાણમાં માનવમહેરામણ ઊમટી પડ્યું હતું.

