કડીઃ કડી તાલુકાના કાસવા ગામે છ દિવસીય ગોગા મહારાજના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. આ નવા નિર્માણ પામેલા મંદિરમાં ગોગા મહારાજ, ગણપતિ દાદા તેમજ હનુમાન દાદાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 31 માર્ચથી 6 એપ્રિલ સુધી છ દિવસ ઊજવાયો, જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશવિદેશના ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત છઠ્ઠા દિવસે લોકડાયરો તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેલા કલાકારો તેમજ સાધુ-સંતો પર લોકોએ ડોલર અને રૂપિયાનો વરસાદ કર્યો હતો.
લોકગાયકોની ભૂમિ ગુજરાતમાં લોકકલાકારોને જનતા ભારે પ્રેમ કરે છે અને તેમને પોતાના પ્રેમથી વધાવી લે છે. બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલા ડાયરામાં કંઈક આવું જ બન્યું. લોકડાયરામાં લોકોને સાહિત્યનું રસપાન કરાવતા કીર્તિદાન ગઢવી પર તેમના ચાહકોએ સોના-ચાંદીના સિક્કા ઉછાળ્યા હતા.

