દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ રાજકુમારી રુક્મિણીજીનાં લગ્ન નિમિત્તે સત્કાર સમારોહની શોભાયાત્રામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુદામા સેતુ ચોક ખાતે દંડીરસ્વામી બ્રહ્મચારીજી દ્વારા સ્વાગત કરાયું હતું, તેમજ શારદાપીઠ વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર કરાયો હતો. એનડીએચ હાઇસ્કૂલના છાત્રો દ્વારા શોભાયાત્રાનું બેન્ડથી સ્વાગત કરાયું હતું, તેમજ ચામુંડા રાસમંડળ બોખીરા દ્વારા પરંપરાગત રાસ કરવામાં આવ્યો હતો.

