વડગામની બાળાએ કેન્સરના દર્દીઓ માટે વાળ ડોનેટ કર્યા

Wednesday 05th April 2023 06:51 EDT
 
 

પાલનપુરઃ વડગામના મેમદપુરની 9 વર્ષની બાળાએ મેઘરજ નિવાસી પોતાની નાનીને થયેલ કેન્સરની પીડાથી વાળ ખરતાં જોયા હતા. જેથી પોતે આવા દર્દીઓ માટે વાળ ડોનેટ કરવાનું નક્કી કરી પોતાના વાળ ડોનેટ કર્યા હતા.
9 વર્ષની બાળા તૃષાબા બળદેવસિંહ રાઠોડનાં નાની શાંતાબહેનને કેન્સર થયું હોવાથી તે તેમના વાળ ખરી ગયા હતા, આથી અન્ય આવા દર્દીઓને મદદ કરવા માટે તૃષાબાએ વાળ ડોનેટ કરવાનું નક્કી કર્યું. પાલનપુરમાં આવીને હૈદરાબાદની ‘હેર ડોનેશન ફોર કેન્સર પેશન્ટ’ સંસ્થાના કર્મચારીઓની હાજરીમાં બાળાએ પોતાના 20 ઇંચનાં વાળ ડોનેટ કર્યા હતા. તૃષાબાએ બીજાના દુઃખમાં ભાગીદાર થઈ માનવતાનો ધર્મ મહેકાવ્યો છે.


comments powered by Disqus