પાલનપુરઃ બનાસકાંઠાના મગરવાડામાં જન્મેલા અને કોલેજમાંથી નિવૃત્ત થયેલા પ્રિન્સિપાલે લાખો રૂપિયાની પોતાના જીવનની તમામ મૂડી શૈક્ષણિક ભવન માટે ખર્ચી નાખી છે. સમાજમાં શિક્ષણવ્યાપ વધારવાના આશય સાથે દાનની પ્રવૃત્તિ કરવા ઉપરાંત ડો.કિશોરસિંહ સોલંકીએ 300 ઉપરાંત પુસ્તકો લખી સાહિત્યની કેડી કંડારી છે.

