નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે નેવીને મજબૂત બનાવવા રૂ. 19,600 કરોડના કોન્ટ્રાક્ટ માટે કરાર કર્યા. સંરક્ષણ મંત્રાલયે નૌકાદળને ફ્યુચર જનરેશનના 11 પેટ્રોલિંગ વેસલ્સ અને છ મિસાઇલ જહાજોના સંપાદન માટે ભારતીય શિપયાર્ડ સાથે કરાર કર્યા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે નેવી માટે રૂ. 1,700 કરોડના ખર્ચે લિનક્સ સિસ્ટમ્સ ખરીદવાનો કરાર કર્યો છે.

