નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલય દ્વારા એક મોટી જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું કે, હવે પાસપોર્ટ ઇલેક્ટ્રોનિક થશે, જે ઇ-પાસપોર્ટ ગણાશે. નવા પાસપોર્ટમાં બુકલેટમાં ચિપ રહેશે, જેને કોમ્પ્યૂટર સેન્સરની પાસે લાવતાં તમામ વિગતો સ્ક્રીન પર ખૂલી જશે. આ ઇ-પાસપોર્ટનો પાઇલટ પ્રોજેક્ટ મે મહિનાથી શરૂ થશે, જેમાં10 લાખ ઇ-પાસપોર્ટ જારી કરવાની યોજના છે.
વિદેશ મંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ હાલમાં અરજી કરવાની રીત નક્કી કરાઈ રહી છે. દેશમાં 10 કરોડ લોકો પાસે પાસપોર્ટ છે, જેને ઇ-પાસપોર્ટમાં ફેરવી દેવાશે. ચિપવાળી બુકલેટ માટે પ્રિન્ટિંગ પ્રક્રિયા નાસિકમાં હાથ ધરાઈ છે. ઇ-પાસપોર્ટ માટે ટેકનિકલ માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર નેટવર્ક જૂન મહિના સુધી તૈયાર કરી લેવાશે.

