જૂનાગઢમાં સત્યમ્ સેવા યુવક મંડળે હિન્દુ દીકરીની સાથે મુસ્લિમ દીકરીનાં લગ્ન કરાવી કોમી એકતાનું એક ઉદારહણ પૂરું પાડ્યું હતું. બંને દીકરીઓને શેટી, પલંગ, ગાદલું, બેડું, મંગળસૂત્ર, ખુરશી જેવી 57 ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. નિકાહ કરાવનારા મૌલવી જાવેદ મૌલાનાએ જણાવ્યું હતું કે, લગ્ન અને નિકાહનો પ્રસંગ સાથે યોજી સત્યમ્ સેવા યુવક મંડળે કોમી એકતા અને એખલાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

