અમદાવાદઃ પ્રેરણાતીર્થ દેરાસર પાસેના રત્નદીપ-2માં રહેતા પ્રસાદ ઠાકર લંડનમાં ફર્નિચરનો ધંધો કરે છે અને યુ.કે.નું નાગરિકત્વ ધરાવે છે. બે દિવસ પહેલાં પરિવાર સાથે સાંજે બહાર જમવા ગયા ત્યારે નોકરે ફોન કરીને કામ પતાવી ઘર બંધ કરી ગયો હોવાનું કહ્યું હતું. જમ્યા પછી પ્રસાદભાઈએ ઘરે પહોંચીને જોયું તો ઘરની લાઇટ ચાલુ હતી, જેથી ઘરમાં તપાસ કરતાં તિજોરીમાં મૂકેલું લેપટોપ, પાસપોર્ટ અને 300 પાઉન્ડ ચોરી થયાનું જણાયું હતું. આથી તેમણે આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

