નવી દિલ્હીઃ ભારતમાં ચંદ્રયાન-3ના લોન્ચિંગની પ્રતીક્ષા હવે પૂરી થવાની તૈયારીમાં છે. ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સેન્ટર ખાતેથી ચંદ્રયાન-3ને 13 જુલાઈએ બપોરે 2:30 વાગ્યે લોન્ચ કરશે. ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરવામાં સફળ થશે તો આવી સફળતા મેળવનારો ભારત ચોથો દેશ બની રહેશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ ઉતારી ચૂક્યા છે. ભારત હવે ચંદ્રયાન-3 અભિયાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. ચંદ્રયાન-3 ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તેમાં પોપક્શન મોડ્યૂલ, લેન્ડર મોડ્યૂલ અને રોવરનો સમાવેશ થાય છે.
ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. મિશન સફળ થાય તે હેતુસર તેમાં વધારાના સેન્સર્સ જોડવામાં આવ્યા છે.

