દૂધસાગર ડેરી દ્વારા સૈનિક સ્કૂલનું નિર્માણ

Wednesday 05th July 2023 06:40 EDT
 
 

મહેસાણાઃ બોરિયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું મહેસાણાથી 11 કિ.મી. દૂર બોરિયાવી ગામે રૂ. 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત આ સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ છે.
દૂધસાગર ડેરીની એજન્સી દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિયેશન દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટ 2022ના રોજ સૈનિક સ્કૂલ માટે પરવાનગી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2023-24 ના એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે. જેમાં 10 ટકા છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે. ધોરણ-5માં 51 છોકરા અને 4 છોકરી એમ કુલ 55 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હાલમાં આ વિદ્યાર્થીઓ દૂધસાગર ડેરી સ્થિત માનસિંહભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજીમાં અભ્યાસ કરી રહ્યા છે.


comments powered by Disqus