મણિપુરના ભાગલા કોઈપણ ભોગે સ્વીકાર્ય નહીઃ બીરેનસિંહ

Wednesday 05th July 2023 07:05 EDT
 
 

ગુવાહાટીઃ હું મણિપુરના ભાગલા નહિ થવા દઉં તેમ મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું હતું. બે મહિનાથી રાજ્યમાં ચાલી રહેલી હિંસાને જોતાં તેમનું આ નિવેદન સૂચક મનાય છે. પરંતુ તેમના માથે હિંસાને અટકાવવાની જવાબદારી રહેલી છે. મેતેઇ કોમના સિંહે જણાવ્યું હતું કે ‘હું મણિપુરના પ્રાદેશિક એકતાને અખંડ રાખવા પ્રયાસ કરીશ. હું એક સીએમ અને ભાજપ તરફથી આ વચન આપી રહ્યો છું. હું મણિપુરને અલગ વહીવટીતંત્ર માટે વિભાજિત નહિ થવા દઉં.
રાજ્યની એકતા માટે તમામ બલિદાન આપી દઇશ.’ આ અથડામણ પાછળનું કારણ શું છે તેવા સવાલના જવાબમાં સીએમે કહ્યું હતું કે ‘મને પણ આ અંગે ગૂંચવાડો છે. મણિપુર હાઇકોર્ટે રાજ્યસરકારને મેતેઇને શિડ્યુલ્ડ ટ્રાઇબની કેટેગરીમાં રાખવો કે કેમ તે અંગેની ભલામણ ચાર અઠવાડિયામાં રજૂ કરવાનો આદેશ કર્યો છે.’ ઉલ્લેખનીય છે કે આદિવાસી સંગઠનોએ તેમના કોમના લોકો જે સ્થળોએ રહે છે તે વિસ્તારોમાં અલગ વહીવટીતંત્રની સ્થાપનાની માગણી કરી છે. નેશનલ હાઇવે પરથી અવરોધો ઉઠાવાયા: યુનાઇટેડ પીપુલ્સ ફ્રંટ (યુપીએફ) અને કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (કેએનઓ)એ મણિપુરના નેશનલ હાઇવે 2 પર કાંગ્પોક્પી જિલ્લામાં માર્ગ પરના અવરોધો ખસેડી
લીધા છે.


comments powered by Disqus