મુન્દ્રાઃ મુન્દ્રાની પર્લ શાળામાં ઇદ નિમિતે મુસ્લિમ સાથે હિન્દુ બાળકોને નમાઝની અદાયગી કરાવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. તેનો વીડિયો ખુદ શાળા સંચાલકો દ્વારા પર્લ સ્કૂલના પેજ પર પોસ્ટ કર્યો હતો. ઘટનાની જાણ વાલીઓ, માંડવીના ધારાસભ્ય, હિન્દુ સંગઠનોને થતાં વિવાદના પગલે પોલીસ શાળાએ દોડી ગઈ હતી. અંતે શાળા મેનેજમેન્ટે માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ ડીઈઓએ તાત્કાલિક અસરથી શાળાના આચાર્ય પ્રીતિ વાસવાણીને સસ્પેન્ડ કર્યાં હતાં. ત્યારબાદ આચાર્યે પર્લ સ્કૂલના ફેસબુક પેજ ૫૨ અમારો કોઈની લાગણી દુભાવવાનો ઇરાદો ન હોવાની કેફિયત સાથે માફી માગતો વીડિયો મૂકી ભવિષ્યમાં ઘટનાનું પુનરાવર્તન ન થવાની ખાતરી આપી હતી.

