મોદી-પુતિન વચ્ચે ફોન પર વાતચીત

Wednesday 05th July 2023 07:06 EDT
 
 

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પીએમ મોદી અને “મેક ઈન ઈન્ડિયા’ની પ્રશંસા કરી હતી. એક | કાર્યક્રમને સંબોધતા પુટિને જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીની ‘મેક ઈન ઈન્ડિયા” પહેલની ભારતની અર્થવ્યવસ્થા પર દેખીતી અસર થઈ છે અને તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આપણે પણ આવા પ્રયત્નોને બળ આપવું પડશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ સાથે તાજેતરમાં રશિયા વિરુદ્ધબળવોના પ્રયાસ અને યુક્રેન યુદ્ધની પણ ચર્ચા કરી હતી.ગુરુવારે મોસ્કોમાં એક કાર્યક્રમમાં પુટિને કહ્યું હતું કે, ભારતમાં અમારા મિત્ર પીએમ નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા “મેક ઇન ઇન્ડિયા'ની શરૂઆત કરી હતી. તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ સારી અસર જોવા મળી છે. રશિયામાં સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતનું ઉદાહરણ આપતા રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે વિશ્વની તમામ મોટી કંપનીઓને રોકાણ માટે આમંત્રણ આપ્યું છે. આજે તેની સફળતાની અસર ભારતના અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બીજી તરફ પીએમ મોદીની પુટિન સાથે ટેલિફોનિક વાતચીત થઇ હતી.


comments powered by Disqus