યુએસ પછી ફ્રાન્સની કંપની પણ ભારત સાથે મળીને જેટ એન્જિન તૈયાર કરશે

Wednesday 05th July 2023 07:09 EDT
 
 

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાત પહેલાં જ ફ્રાન્સે ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં મોટી ઓફર કરી છે. ફ્રાન્સ સાથે જો આ ઓફર મુદ્દે કરાર સમજૂતી થશે તો અમેરિકા સાથે જીઈ- 414 એન્જિન મુદ્દે થયેલી સમજૂતી કરતાં પણ આ સમજૂતી મહત્ત્વની બની રહેશે. ઇમેન્યુઅલ મેક્રોની સરકારે એરક્રાફ્ટ ઉત્પાદન કરતી સેફ્રોન કંપનીને ભારત સાથે મળીને ટેસ્ટ, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ કરવા મંજૂરી આપી દીધી છે. સરકારે હજી જાહેરાત નથી કરી.
ફ્રાન્સની આ છે ઓફર
ફ્રન્સે જે ઓફર કરી છે તેમાં નવા એન્જિન. નવા મટિરિયલ, નવા ઈઆર્કિટેક્ચર, કુલ સપ્લાય ચેનનો સમાવેશ થાય છે. ભારતમાં જેટ એન્જિન નિર્માણ અને પ્રમાણમાં દશ વર્ષનો સમય લાગી શકે છે. આ ઓફરમાં સેફ્રેન દ્વારા ભારતમાં ગેસ ટરબાઇન ટેકનોલોજી સેન્ટર ઊભું કરવાની ઓફરનો પણ સમાવેશ થાય છે. ડીઆરડીઓ જેટ એન્જિન બનાવી શક્યું નહોતું.
મોદી ફ્રાન્સની મુલાકાતે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઇએ ફ્રાન્સની મુલાકાતે પહોંચવાના છે. તેઓ 14 જુલાઇ ના રોજ બેસ્ટિલ ડે સમારંભમાં ભાગ લેવાના છે. ફ્રાન્સ મુલાકાત વખતે વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રમુખ મેક્રોં સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. બેસ્ટિલ ડે સમારંભમાં ભારતીય વાયુસેનાના રાફેલ લડાયક વિમાનો પણ ભાગ લેવાના છે.


comments powered by Disqus