સાબરમતી રિવરફ્રન્ટ પર રવિવારે ‘રિવર ક્રૂઝ’નું લોકાર્પણ કરાયું. 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ ધરાવતા ક્રૂઝમાં ભોજન, સંગીતની સુવિધા છે. ‘રિવર ક્રૂઝ’ અમદાવાદ સહિત ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. એક સમયે સાબરમતી ગંદા પાણીના ખાબોચિયા તરીકે ઓળખાતી, પરંતુ આજે દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે.

