હિંમતનગરઃ પાલનપુરની 6 વર્ષની નિક્ષા બારોટે કડકડતી ઠંડીમાં હિમવર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક સર કરી તિરંગો લહેરાવ્યો. વોટરપ્રૂફ શૂઝ ન મળવા છતાં હિંમત હાર્યા વગર બાળકી ઠંડી સહન કરી કપરાં ચઢાણ ચઢી હતી. નિક્ષા 4 વર્ષની ઉંમરથી જ આબુ ટ્રેકિંગ, અરવલ્લીના જેસોર પહાડ પરનું ટ્રેકિંગ કરી તાલીમ મેળવી રહી છે. નિક્ષાના પિતા બાળકોને ટ્રેકિંગની તાલીમ આપે છે.

