આણંદઃ મધ્ય ગુજરાત અને ચરોતરના યુવકોને વિદેશ જવાનો ખૂબ ક્રેઝ છે. જેને જોતાં આણંદ જિલ્લામાં વિઝા એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ વિઝા એજન્ટો પૈકી કેટલાક વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ પાસેથી નાણાં લઈને ઠગાઈ કરતા હોય છે. આવો જ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આણંદમાં કન્સલ્ટન્ટની ઓફિસ ધરાવતા વિઝા એજન્ટે વિદેશ જવા ઇચ્છુક વિરસદના યુવક પાસેથી રૂ. 8.50 લાખ લીધા બાદ તેને બનાવટી ઓફર લેટર અને વિઝા આપી ઠગાઈ આચરી છે. આ અંગે આણંદ ટાઉન પોલીસે ઠગ વિઝા એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

