કચ્છની ઓળખ... ઢળતી સાંજ અને ઘુડખર

Wednesday 06th December 2023 03:46 EST
 
 

કચ્છના સફેદ રણમાં રણોત્સવના રંગ ખીલ્યા છે, ત્યારે કચ્છના ઘુડખર પ્રવાસીઓનું ધ્યાન આકર્ષી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મરુભૂમિમાં રહેતાં આ ઘુડખર નામશેષ પાણી ધરાવતાં સ્થાનોને જ પોતાનું ઘર બનાવીને રહે છે. હાલમાં અહીં આવતાં પ્રવાસીઓ માટે ઘુડખર જોવાનું ચલણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે પ્રવાસનમાં એક વધુ મોરપિંચ્છ ઉમેરાયું છે. હાલમાં જ અહીંના પ્રાણીઓ દીપડા, જંગલી શિયાળ, બિલાડી,  ઘુડખર, રોઝ, કાળિયાર, ચિત્તલ, સાંભર, ચિંકારા, ચોશિંગા, જંગલી ભુંડની ગણતરી કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ ગાંધીનગર મોકલાયો છે.


comments powered by Disqus