નવી દિલ્હીઃ મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, અત્યારે નીચલી કોર્ટ અથવા હાઇકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. ગયા વર્ષે 30 ઓક્ટોબરે થયેલા આ અકસ્માતમાં કુલ 135 લોકોનાં મોત થયાં હતાં. મોરબીના ઝૂલતા બ્રિજની જાળવણી કરતી કંપની ઓરેવાના એમડી જયસુખ પટેલ વતી એડ્વોકેટ મુકુલ રોહતગી અને પીડિત પક્ષ વતી ઉત્કર્ષ દવે હાજર થયા હતા. હવે 12 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ જયસુખ પટેલની જામીન અરજી પર નિર્ણય લે એવી શક્યતા છે.

