જામનગરમાં ધો. 11ના વિદ્યાર્થીની અપહરણ બાદ હત્યા

Wednesday 06th December 2023 03:27 EST
 
 

જામનગરઃ જામનગરમાં ધો.11ના વિદ્યાર્થીનું સમલૈંગિક સંબંધમાં તેના જ બે મિત્રોએ અપહરણ કરી હત્યા કરી દીધી. 17 વર્ષનો સગીરનું તેના ઘરની બહારથી આ બંને મિત્રો દ્વારા અપહરણ કરાયું હતું. પોલીસે સીસીટીવીના આધારે તેના મિત્ર શુભમની પૂછપરછ કરતા તેણે અન્ય મિત્ર ખુશાલ બારડ સાથે મળી સુવરડાની સીમમાં લઈ જઈ સગીરની ગળેટૂંપો અને ઇન્જેક્ષન આપી લાશને સળગાવી હોવાની કબૂલાત કરી હતી.


comments powered by Disqus