પાઇલટનો પાસપોર્ટ ઘરે રહી જતાં લંડનની ફ્લાઇટ 4.30 કલાક મોડી ઊપડી

Wednesday 06th December 2023 03:27 EST
 
 

અમદાવાદઃ ખરાબ વાતાવરણ કે ટેકનિકલ કારણોસર ફ્લાઇટ મોડી પડી હોય તેવું સાંભળ્યું હશે, પણ આ વખતે પાઇલટ જ પાસપોર્ટ ભૂલી જતાં એરઇન્ડિયાની લંડનની ફ્લાઇટ શનિવારે સાડા ચાર કલાક મોડી પડી હતી, જેને કારણે ફ્લાઇટમાં સવાર 240 પેસેન્જરને હેરાન થવું પડ્યું હતું. અંતે દિલ્હીથી વિસ્તારાની ફ્લાઇટમાં કેપ્ટનનો પાસપોર્ટ મગાવાયા બાદ અમદાવાદતી ફ્લાઇટ સાંજે 5:33 વાગ્યે ટેકઓફ થઈ હતી.
શનિવારે એરઇન્ડિયાની અમદાવાદથી લંડનની ફ્લાઇટ બપોરે 1:10 વાગ્યે ટેકઓફ થવાની હોવાથી 240 પેસેન્જરે એરપોર્ટ પર સવારે 10 વાગ્યે પહોંચીન તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ફ્લાઇટ આવી ગઈ હોવાથી પેસેન્જર સિક્યોરિટી હોલ્ટ એરિયામાં રાહ જોઈને બેઠા હતા, છતાં એરલાઇન દ્વારા પેસેન્જર્સને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓએ કોઈ જવાબ આપ્યો નહોતો.
આ પાછળ જાણવા મળ્યું હતું કે એરઇન્ડિયાના 2 પૈકી એક કેપ્ટનનો પાસપોર્ટ દિલ્હી જ રહી ગયો હતો. એરલાઇને કેપ્ટનનો પાસપોર્ટ દિલ્હીથી અન્ય વિમાન દ્વારા મગાવતાં ફ્લાઇટ છેક સાંજે 5:33 વાગ્યે રવાના કરાઈ હતી.


comments powered by Disqus