પાટણમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન

Wednesday 06th December 2023 03:47 EST
 
 

પાટણઃ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાને લઈને એક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર મહાઅભિયાન રાજ્યમાં 1 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ચાલશે. સૂર્યનમસ્કાર સ્પર્ધા અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, નપા, મનપા સ્તરીય સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં સ્પર્ધકો 3 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.


comments powered by Disqus