ભરશિયાળે ભૂલી પડી કેસર કેરીઃ પ્રતિકિલો રૂ. 1551ના ઊંચા ભાવે વેચાઈ

Wednesday 06th December 2023 03:46 EST
 
 

પોરબંદરઃ શિયાળાની શરૂઆત થતાં જ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સતત ત્રણ દિવસમાં બીજી વખત કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનાં 4 બોક્સ, એટલે કે 40 કિલો કેરીની આવક થઈ હતી. કેરીની હરાજી કરવામાં આવતાં પ્રતિકિલો કેરીના રૂ. 1551 જેટલા ઐતિહાસિક ઊંચા ભાવે વેચાણ થયું હતું. કેરીના 10-10 કિલોનાં 4 બોક્સ 62,040 હજારમાં વેચાયાં હતાં. હરાજીમાં કેરીનો આટલો ઊંચો ઐતિહાસિક ભાવ મળતાં ખેડુતો તથા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. ઉલેખ્ખનીય છે કે, આ વર્ષે કેરીની સિઝન કરતાં 5 મહિના જેટલી વહેલી આવક થઈ રહી છે.
ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત
કાજુ-બદામ અને પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટના ભાવ કરતાં પણ વધુ ભાવે કેરીનું વેચાણ થયું તે સૌકોઈ માટે આશ્ચર્યજનક છે. ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત, પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી કેસર કરી આવવવાની અને આટલા ઊંચા ભાવે વેચાણની ઘટના પોરબંદરમાં પ્રથમ વખત બની છે.


comments powered by Disqus