નવી દિલ્હીઃ દુબઈમાં કોપ-28માં પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં વર્ષ 2024માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આજે આ મંચ પરથી હું ભારતમાં કોપ-33નું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકું છું. તેમણે કહ્યું કે, ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે. સૌપ્રથમ, હું ક્લાઇમેટ જસ્ટિસ, ક્લાઇમેટ ફાઇનાન્સ અને ગ્રીન ક્રેડિટ જેવા મુદ્દા પર તમારા સતત સમર્થન માટે આભાર વ્યક્ત કરવા માગું છું. પ્રધાનમંત્રી મોદી વર્લ્ડ ક્લાઇમેટ સમિટ એટલે કે કોપ--28 માટે દુબઈ પહોંચ્યા હતા. આ કોન્ફરન્સમાં પહોંચતાં જ પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ અને યુએનના જનરલ સેક્રેટરીને મળ્યા હતા.

