ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું હાર્ટએટેકથી મોત

Wednesday 06th December 2023 03:46 EST
 
 

ભાવનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલો હાર્ટએટેકનો વણથંભ્યો સિલસિલો યથાવત્ રહ્યો છે, જેમાં બુધવારે 29 નવેમ્બરે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ભાવનગર પશ્ચિમના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા દિલ્હી ખાતે હતા, ત્યારે હાર્ટએટેકથી તેમનું અવસાન થતાં ભાવનગર ભાજપ કાર્યકરોમાં શોકનો માહોલ છવાયો હતો.
ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશના પૂર્વ સહપ્રભારી તથા બિહારના સહપ્રભારી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં તેમના પાર્થિવ દેહને દિલ્હીથી કાશી મુકામે તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં 30 નવેમ્બરે સવારે તેમની અંતિમવિધિ કરાઈ હતી.


comments powered by Disqus