મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ડેલિગેશનની સાથે સિંગાપોરના પ્રવાસ દરમિયાન સિંગાપોરસ્થિત માઇક્રોનના એસેમ્બ્લી, ટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં માઇક્રોનના અધિકારીઓ દ્વારા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની સમજ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે માઇક્રોન સાણંદમાં સેમિ કંડક્ટર પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપાઈ રહ્યો છે, તે સંદર્ભે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ હતી.

