નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વખત ભાજપનો કેસરિયો છવાયો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ભાજપના વિજયશિલ્પી તરીકે ઉભર્યા છે. ‘મોદી કી ગેરન્ટી’ સામે વિપક્ષનાં ચૂંટણી-વચનો વામણાં પુરવાર થયા છે. ભાજપે મધ્ય પ્રદેશમાં સત્તા જાળવવા ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. કોંગ્રેસનો એકમાત્ર રાજ્ય તેલંગણમાં વિજય થયો છે, તો મિઝોરમમાં મતદારોએ ઝોરમ પીપલ્સ પાર્ટી (ઝેડપીએમ)ને વિજયમાળા પહેરાવી છે. વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે ત્રણ રાજ્યમાં વિજયની હેટ્રિક 2024ની લોકસભા ચૂંટણીમાં હેટ્રિકની ગેરન્ટી છે

