રાજુલાની રાણીએ સર્જ્યો બીજો વર્લ્ડ રેકોર્ડ: બચ્ચાં સાથે 300 કિમીનો પ્રવાસ કર્યો

Wednesday 06th December 2023 03:27 EST
 
 

પોરબંદરઃ સૌરાષ્ટ્રના આ સિંહ કંઈ એમને એમ વિશ્વવિખ્યાત નથી એ રાજુલાની રાણીએ ફરી પુરવાર કર્યું છે. ક્વીનના નામથી ઓળખાતી રાજુલાની સિંહણ પોતાનાં બચ્ચાંની સલામતી માટે અને નવું સામ્રાજ્ય સ્થાપવા 300 કિલોમીટરનું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. રાજુલા રેવન્યુ વિસ્તારમાં ક્વીનનાં 3 બચ્ચા સિંહની ઇનફાઇટમાં મોતને ભેટ્યાં હતાં. જે બાદ બચેલા એક બચ્ચાં સાથે તે ધારી, વિસાવદર, માંગરોળ થઈને છેક 300 કિ.મી. દૂર પોરબંદર પહોંચી હતી. એશિયાટિક અને આફ્રિકન લાયન દ્વારા થતી યાત્રામાં આ સૌથી લાંબી યાત્રા હતી. આ પહેલાં ક્વીને માત્ર 13 મહિનાના ગાળામાં જ 4 બચ્ચાંને જન્મ આપી રેકોર્ડ નોંધાવ્યો હતો. સામાન્ય રીતે  સિંહણ 2 વર્ષ બાદ જ બચ્ચાંને જન્મ આપતી હોય છે.


comments powered by Disqus