ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શનિવારે ભારતની સૌથી ઝડપી આધુનિક ટ્રેન વંદેભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર કરી હતી. સુરતમાં આયોજિત પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા સુરત જવા તેમણે વંદે ભારત એક્સપ્રેસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી હતી. રાજ્યપાલે ટ્રેનમાં અન્ય મુસાફરો સાથે સુરત પહોંચી સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દોઢ મહિના પહેલાં તેમણે વંદે ભારતમાં જવાનો પ્લાન બનાવ્યો હતો. રાજ્યપાલ જેવી વીવીઆઇપી વ્યક્તિ ટ્રેનમાં આવી રીતે કોઈ કાર્યક્રમમાં સુરત પહોંચ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

